Google Search

Wednesday, February 8, 2012

Gujarati Quotes I

સુવિચાર

[1] જ્યારે બધું સારું હોય છેત્યારે બધું જ સારું હોય છેપણ સહેજ અંધકારઆવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતોએ ભૂલતા નહીં !

[2] 
બીજના ચંદ્રનો જ વિકાસ થાય છેપૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !

[3] 
વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છેએના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છેટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] 
ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !

[5] 
તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખોબોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !

[6] 
સવારે જ ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છેયાદ રાખો. સતત ખીલેલું કશું જ રહેતું નથી !

[7] 
બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથીપણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છેબાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે,ચંદ્રને ઓળખો છો ને ?

[8] 
કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. એ ફોરમ જેવો સહજ છે,પ્રયત્નથી થતો નથી !

[9] 
પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજોક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] 
આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છેકેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !

[11] 
ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એઊગતા સૂરજનું જ અપમાન છેકારણ એ એ જ સૂરજ છે જેને સવારે તમે જ પૂજ્યો હતો ને કાલે પાછો એ ઊગવાનો જ છે !

[12] 
હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથીઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશેપ્રયાસ કરજો !

[13] 
સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છેએની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] 
સત્યની સ્પર્ધા હોતી નથીસત્ય સ્પર્ધામાં હોતું નથીસત્ય સ્પર્ધક નથીએ નિતાંત છેનિશ્ચલ છે !

[15] 
પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાંપણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ બને છેસુવર્ણરજની નહીં !

[16] 
દરેક ઉભરો શમી જ જતો હોય છેમાત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.

[17] 
બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !

[18] 
પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છેખાસ કરીનેરાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથીપૈસા પણ નહીંમરવું જ પડે છે !

[19] 
લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ બન્ને અલગ અલગ છેવિચારજો !

[20] 
દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ જાનની બાજી લગાવી દેનારમરજીવા. દરેક ક્ષેત્રમાં આવું જ હોય છેમરજીવા જ પામી શકે છેલગે રહો !

[21] 
તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છેમા તેનું નિવારણ !

[22] 
બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથીપણ ત્યાં જે હાજરીપત્રકરાખવામાં આવે છેતેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છેવિચારજો !

[23] 
તમે જેની પાછળ પડ્યા છો એ આગળ જ રહેવાનો છેએ ખ્યાલમાં રાખજો !

[24] 
દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છેદુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !

[25] 
લગ્ન ન કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતુંદુઃખી થવાની જરૂર નથીએને માટે બીજાં અનેક કારણો છેવિચારોમાં ફેરફાર કરોસુખી થશોકરશો !

[26] 
વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે,સમય સાંપડ્યે પૂરી કરોતેઓ સુખી થશે અને તમે સુખી બનશો !

[27] 
તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ અટકીજવાનું નથીએ યાદ રાખીને જીવતાં શીખોતમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી સમજો બને એટલા જલ્દીથી !

[28] 
કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] 
તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરેએવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] 
ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથીને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !

[31]ખુબસુરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભુલ કાઢનારને તો તાજમહલ માં પણ ભુલ દેખાય છે.
[32]આંસુ સુકાયા પછી જે મળવા આવે...એ સંબંધ છે...,
      ને...આંસુ પેહેલા મળવા આવે ....,એ પ્રેમ છે......
      દરેક ઘર નું સરનામું તો હોય ...પણ.......
      ગમતા સરનામે ઘર બની જાય.....એ જીવન છે......

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.