Google Search

Thursday, December 22, 2011

કંકોત્રી


કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે
જેવા શેર ના રચયિતા અસિમ રાંદેરીની ખુબજ જાણીતી રચના કંકોત્રી


------------------------------------------------------


કન્ટ્સ્થ ગજલો એમણે મારી કરી તો છે...
એને પસંદ છો હુ નથી શાયરી તો છે...
વર્સો પછી ય બેસતા વર્સે હે દોસ્તો ....
બીજુ તો ઠીક એમની કંકોત્રિ તો છે...

મારી એ કલ્પના હતીવીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીતન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !

સુંદર ના કેમ હોયકે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છેશોભા છેરંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.


છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,

દુઃખ છે હજારતો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથીઆ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વેવાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.

ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છેકંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદરસળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,

કોમળ વદનમાં એનાભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશબળાપા નહીં કરું,
આવેશમાં એ ફૂલ’ ના કટકા નહીં કરું.

આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
. ‘લીલાના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

આસિમ’ ! હવે એ વાત ગઈરંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશેહું એનો એ જ છું !


ભૂલી વફાની રીતન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !............. 

---------------------------------------------------------------------------------------------------

-આસિમ રાંદેરી

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.