Google Search

Thursday, December 22, 2011

Best Gujarati Poems II


પૈસા ને કમાવા મિત્રો ને ભુલાઈ ગયો...
પ્રોજેક્ટ ને પતાવા પ્રેમ ને ભુલાઈ ગયો..

"વોર્ક એટ હોમ" માં ફેમીલી બુલાઈ ગયો..
"સેકંડ લાઈફ" માં ખો-ખો કબ્બડી ભુલાઈ ગયો...

રોક અને જાઝ માં ભજન ભુલાઈ ગયો ...
પોપીંગ અને ક્રીમ્પીંગ માં દાંડિયા ભૂલી ગયો ...

જે. કે. રોવલિંગ માં ઝવેરચંદ મેઘાણી ભુલાઈ ગયા...
client કોલ માં મંમી પાપા કોલ ભુલાઈ ગયો ..

આ અન્ગ્રેઝ દુનિયા માં મારી ગુજરાતી ભુલાઈ ગયો..
સફળતા ની રેસ માં દોડતા દોડતા .. ચાલવાનું ભુલાઈ ગયો ...
ક્યાંક હું આકાશ ને આંબવા ધરતી ભુલાઈ ગયો ? !!...

-- ધર્મેશ 


----------------------------------------------------------------


શબ્દો ઓછા પડી ગયા



કલમ નિ શ્યાહી મા કલમ ના આઁસુ ભડી ગયા
માન્ડ્યા જ્યા પગલા કાગડ પર કાગડ રડી ગયા

મડ્તા રહયા એકમેક ને તરસી તરસી છતા પણ
અક્ષરો ના સમુંદર મા ઈતિહાસ છોડી ગયા

કર્યા રંગ રોગાન દુ:ખ મહેલ ના સુખ રંગ થી
સમાવ્યા જેમા પ્રેમ અક્ષર તે કગડ બડી ગયા

લખાણા લેખ લાખો ન લખાણા આઁસુ વિરહ ના
અનેક દુ:ખો ભેગા થઈ એક હાસ્ય મા મડી ગયા

ના થાકી નિહાર કલમ કે ન પ્રેમપત્ર પુરા થયા
ખત્મ થઈ શ્યાહી ને, શબ્દો ઓછા પડી ગયા



-----------------------------------------------------------------


દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા


દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. 

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

- ગની દહીંવાલા


------------------------------------------------------------------------

એની આખો મા નવી દુનિયા વસાવી ને જોવુ છે.



એની આખોમા નવી દુનિયા વસાવી ને જોવુ છે.
મારી ધડ્કનો પર નામ એનુ લખાવી ને જોવુ છે.

ખુશીની ઘડિમા તો હસતા જોય છે બધાને 
એને અપાર ગમમા પણ હસાવી ને જોવુ છે

બસ એક જ ખ્વાબ જોયા કરુ છુ હુ દિન-રાત
એક નાનુ શુ સપનાનુ ઘર વસાવિ ને જોવુ છે

એને આપવા સારુ તો કૈ નથી મારી પાસે એવુ
એના પર પ્યાર ની દૌલત લુટાવિ ને જોવુ છે

"ગઝલ" તુ મારી પ્રીત પર રાખજે પૂરો ભરોસો
તારા પ્રેમમા ખુદ ને મીટાવિ ને જોવુ છે


---------------------------------------------------------------------

ના મળે અધિકાર ત્યારે


ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

- કિરણકુમાર ચૌહાણ

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.