ધનની દેવી લક્ષ્મી હંમેશાં પોતાની ઉપર પ્રસન્ન રહે તેવું સૌ કોઈ ઇચ્છતું હોય છે, પરંતુ દરેકને ત્યાં લક્ષ્મીનો વાસ હોતો નથી. લક્ષ્મીજી કેવા સ્થાનો પર નિવાસ કરે છે તે જાણીને પોતાના ઘર કે સ્થાનને તેમના અનુરૂપ બનાવવામાં આવે ત્યારે જ લક્ષ્મી તમારે ત્યાં નિવાસ કરશે
* મધુર બોલતી વ્યક્તિ, પોતાના કાર્યમાં તત્પર, ઇશ્વરભક્ત,ઇન્દ્રિયોને વશમાં રાખનાર તથા ઉદાર હોય એવી વ્યક્તિઓના નિવાસે લક્ષ્મી વસે છે.
* સદાચારી, ધર્મજ્ઞા, પોતાનાં માતા-પિતાની ભાવનાપૂર્વક સેવા કરનાર, દરરોજ પુણ્ય પ્રાપ્ત કરનાર, ક્ષમાવાન, બુદ્ધિમાન, દયાવાન અને ગુરુની સેવા કરનારને ત્યાં લક્ષ્મી અવશ્ય નિવાસ કરે છે.
* જે વ્યક્તિ અસત્ય બોલતી નથી, ખરાબ આચરણ કરતી નથી,પોતાના વિચારોમાં ડૂબેલી રહેતી ન હોય, જીવનમાં ઘમંડ ન હોય,અન્ય તરફ પ્રેમ દર્શાવતી હોય, અન્યના દુઃખમાં દુઃખી થઇ તેની મદદ કરનાર અન્યનાં કષ્ટનો દૂર કરનાર વ્યક્તિના ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.
* જે યથાશક્તિ દાન કરે, શુદ્ધ અને પવિત્ર બની રહે, ગરીબોને મદદ કરે તેના ઘરમાં લક્ષ્મી અવશ્ય નિવાસ કરે છે.
* આંબળાના વૃક્ષના ફળમાં, શંખમાં, કમળમાં અને શ્વેત વસ્ત્રમાં લક્ષ્મી સદા રહે છે.
* જેના ઘરમાં નિત્ય ઉત્સવ થાય છે, જે ભગવાન શિવની પૂજા કરે છે, જેના ઘરનાં પૂજાઘરમાં દરરોજ અગરબત્તી અને દીપક પ્રગટે છે. જે ગુરુને ઇશ્વર સમાન સમજી પૂજા કરે છે તેના ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે.
* પ્રસન્નચિત્ત, મધુર બોલનાર, સૌભાગ્ય શાલિની, રૂપવતી, સુંદર, સુરુચિપૂર્ણ વસ્ત્રધારણ કરનારી પ્રિયદર્શના અને પતિવ્રતા સ્ત્રીને ત્યાં લક્ષ્મી નિવાસ કરે જ છે.
* જે સંયમિત, સ્થિરચિત્ત અને મૌનાવસ્થામાં ભોજન કરે છે તેના ઘરમાં લક્ષ્મી અવશ્ય નિવાસ કરે છે.
* જે લક્ષ્મીની દરરોજ પૂજા અને આરાધના કરે છે, જે લક્ષ્મી સાથે સંબંધિત અનુષ્ઠાન સંપન્ન કરે છે, તેના ઘરમાં લક્ષ્મી સ્થિરપણે વસે છે.
* જે ધર્મ અને નીતિ પર ચાલનારી વ્યક્તિ હોય છે, તે પોતાના માવતરનું સન્માન કરે છે, જે બાળકો અને કન્યાઓનું સન્માન કરે છે તેને ત્યાં લક્ષ્મી વસે છે.
* જેના ઘરમાં મંત્ર સિદ્ધ શ્રી યંત્ર, કનકધારા યંત્ર, કુબેર યંત્ર સ્થાપિત છે તેના ઘરમાં લક્ષ્મી પેઢીઓ સુધી નિવાસ કરે છે.
* જેના ઘરમાં યજ્ઞા થતો રહે છે, જેના ઘરમાં દેવતાઓનાં પૂજન થાય છે. જેના ઘરમાં સવાર-સાંજ દેવી-દેવતાઓની આરતી થયા કરે છે, જેના ઘરમાં કમલગટ્ટની માળા, એકાદશી નારિયેળ, દક્ષિણામર્તી શંખ, પારદશિવલિંગ, શ્વેતાર્ક ગણપતિ, શ્રીયંત્ર સ્થાપિત હોય છે તેના ઘરમાં લક્ષ્મી સદા વસે છે.
* જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરે છે, જે સૂર્યાસ્ત વખતે સ્નાનથી કરીને પવિત્ર રહે છે તેનું ઘર લક્ષ્મીયુક્ત બને છે.
* જે એકાદશીએ પ્રભુ વિષ્ણુને આમળાં ધરે છે અને જળમાં આમળાં નાખી સ્નાન કરે છે. તેનું ઘર લક્ષ્મીયુક્ત બને છે.
* જે વ્યક્તિ ધર્મ વિરુદ્ધનું આચરણ કરતી નથી, કોઇના અનિષ્ટનું ચિંતન કરતી નથી, બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાનાદિ કરીને સંધ્યા કરે છે, દિવસે ઉત્તર તરફ અને રાતે દક્ષિણ તરફ મોં રાખીને મળ-મૂત્રનો ત્યાગ કરે છે તે લક્ષ્મી સંપન્ન હોય છે.
No comments:
Post a Comment