એ તમે છો!!!!
હતો હું બગીચાનું ખીલેલું ફૂલ,
પણ મને રણનો કાંટો બનાવનારા એ તમે છો!!!!
શાંત વહેણ હતું મારું આ નદીની માફક,
પણ મને સમંદરનું તોફાન બનાવનારા એ તમે છો!!!!
હતું મારું પણ નામ આ જગતમાં ઉજવળ,
પણ મને બદનામ બનાવનારા એ તમે છો!!!!
અમૃત સમાન પ્રકૃતિ હતી મારી,
પણ મને ઝેર બનાવનારા એ તમે છો!!!!
શાંત નિર્મળ અને કોમળ હૃદય હતું મારું,
પણ મને “જાલીમ” બનાવનારા એ તમે છો!!!!
હંમેશ હસાવતો હતો આ જગતને હું,
પણ મને રડાવનારા એ તમે છો!!!!
ઝેર પીને પણ હું જીવિત રહી ગયો હતો કદાચ,
પણ મને અમૃત પીવડાવીને મારનારા એ તમે છો!!!!
જીતી લીધી હતી આખી દુનિયા મે,
પણ મને છેલ્લી બાજી હરાવનારા એ તમે છો!!!!
હતો હું એક સરસ મજાનો સોફ્ટવેર એન્જિનિયર,
પણ આજે મને શાયર/કવિ બનાવનારા એ તમે છો!!!!
કોઇ દિવસ પણ મેં કોઇનું દિલ નથી તોડ્યું હજું સુધી,
પણ મારા દિલના ટુકડા કરનારા એ તમે છો!!!!
લખું કલમથી આ જ કવિતાને હું મૃત્યું સુધી,
પણ મારી માનીતી આ કલમ છિનનારા પણ એ તમે છો!!!!
--------------------------------------------------------------------------
કેમ કહુ તારી પ્રીત મા થયા મારા શુ હાલ છે?
કેમ કહુ તારી પ્રીત મા થયા મારા શુ હાલ છે??
મારા દિલો- દિમાગ પર છાયા તારા જ ખયાલ છે.
તારી યાદોના સહારે વીતાવી, વિરહની ઘણી ઘડીઓ
તારા વગરનુ જીવન હવે, મને લાગે એક સવાલ છે
તારા–મારા પ્રેમ નુ બંધન હતુ અતીયે ગહેરુ તો
આ સંસાર, આ ધર્મ આજે બન્યા કેમ દીવાલ છે?
દર્દ મને થતુ'તુ જ્યારે, વેદના તુ પણ અનુભવતી
સર્જનહારે સર્જિ એ “ પ્રેમ" કરી જાણે કમાલ છે
“ગઝલ” ના રૂપે કહી દીધી મૈ બંધ હોઠ ની વાતો
વધુ શુ કહુ હવે, કેમ આ જીંદગી બેહાલ છે !!!
----------------------------------------------------------------------------------------
આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં.
આમ જુઓ તો આપણે બાંધી છે જ કોઇ ગાંઠ નહિં,
ને આમ જુઓ તો બંધાય એવી કે છોડીયે છોડાય નહિં.
આમ જુઓ તો આપણે લીધું કે દીધું જ કોઇ વચન નહિં,
ને આમ જુઓ તો પાળ્યું હશે ના કોઇએ એવું વચન નહિં.
આમ જુઓ તો આપણા જગનો થયો જ કોઇ વિસ્તાર નહિં,
ને આમ જુઓ તો એના કોઇ અંતનોય અણસાર નહિં.
આમ જુઓ તો આપણા મિલનની છે જ કોઇ જગા નહિં,
ને આમ જુઓ તો આપણી ક્ષિતિજનોયે કોઇ પાર નહિં.
આમ જુઓ તો આપણા પ્રણયની છે જ કોઇ મંઝીલ નહિં,
ને આમ જુઓ તો જીવનનાં રસ્તાઓયે કંઇ દૂર નહિં.
આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?
ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં.
-------------------------------------------------------------------------------------------------------------
મૃત્યુ નું રહસ્ય
ખુદા નામે રોજ નવા અહીં ફતવા નીકળે
રામ નામે રોજ લોક અહીં છળવા નીકળે
રાત આખી નગર જીવે ફફડાટમાં પછી
મૂળથી જ આખી વાત અહીં અફવા નીકળે
કેમ પરખાય, કોણ ચોર કે કોણ શાહુકાર
વેશબદલી રાજા નગર અહીં લુંટવા નીકળે
આગ લગાડે છે બસ ચારે દિશાએ જેઓ
એજ લોટો પાણી લઇ અહીં ઠારવા નીકળે
મૃત્યુ વિશેનું રહસ્ય ઉકલી ગયું “રશ્મિ”
થાક્યો જીવ બીજાને ખભે અહીં ફરવા નીકળે
ડૉ. રશ્મીકાન્ત એમ શાહ
---------------------------------------------------------------------------------
આ વાત સાવ સાચી છે
આ વાત સાવ સાચી છે,
સાવ ખોટે ખોટી બાફી છે;
પ્રેમ એ બીજુ કૈ નહિ,
પણ સરવાળો ને બાદબાકી છે.
અજર અમર છે એ,
સર્વત્ર વ્યાપ્ત છે એ;
આ વિશાળ વિશ્વ ના નકશા ની
એણે ક્યા શરમ રાખી છે?
છે એના પર સૌ ફિદા
આ વાત કરતા નથી બધા;
‘હોશ’એ તો માત્ર સાચી વાત,
તમારી સમક્ષ રાખી છે.
-શ્રેયસ ત્રિવેદી ‘હોશ
2 comments:
Thanks for dropping by my blog! Merry Christmas!
lovely expression...only poetry can do justice to true feelings[pRTd]
Post a Comment