Pages

Thursday, September 11, 2008

ધારેલું એવું કે તમે સાથે હો

તો રસ્તો હસતાં-હસતાં જ કપાઈ જશે…

પણ થયું એવું કે વાટ જોતાં-જોતાં તમારી,

હવે રસ્તો રડતાં-રડતાં જ કપાઈ જશે…

લાગે છે એવું કે તમારા ચહેરાને

જોઇને સતત ઝલકતી આ આંખો,

હવે અમારાં આંસુઓ થી ભીંજાઈ જશે…

પીછો નથી છોડતું તમારી યાદોનું વાદળ,

હવે તમારાં આગમન પહેલાં

જઆંખોમાંથી વરસી જશે….

તમારાં વિચારોથી સદા

મલકતું આ મુખ-કુસુમ,

તમારાં વીરહમાં હવે કરમાઈ જશે…

તમારાં સહવાસથી સદાપ્રકાશતો મનનો દીવો,

તમારાં વીરહમાં હવે બુજાઈ જશે…

વાટ જોતાં-જોતાં તમારી

જીવનનો રસ્તો હવે

રડતાં-રડતાં જ કપાઈ જશે…

No comments:

Post a Comment