Pages

Saturday, June 7, 2008

"મુલાકાત"

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી
જ્યારથી તું જીવનમાં આવી,
મૃત આશાઓ હયાત થઇ
તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ

1 comment: