Pages

Saturday, September 22, 2007

Dating Poem!!

મળ્યાં એવા મળ્યાં,કે મળ્યાં ભેગા,
લગોલગ લાગી ગયાં,
ન ત્યાં મન રહ્યું કે તન રહ્યું,
મનડાં તનડાંનો તફાવત ન રહ્યો,
મૌન સતત બોલતું રહ્યું,
ને શબ્દો બધા ચુપ રહ્યાં,
અમે એવાં મળ્યાં ને એવાં ભળ્યાં,
કે વિધાતા માત્ર દેખતા રહ્યાં.
( શિલ્પા ગાંધી )

No comments:

Post a Comment